બાળકો હોય કે મોટા હવે દરેક પોતાનો વધુપડતો સમય સ્ક્રીનની સામે પસાર કરે છે. સતત મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યૂટર ચલાવવાને કારણે માથાનો દુખાવો થવા લાગે છે. એવામાં આ સરળ ઉપાયોથી રાહત મળી શકે છે.
સોર્સ : Google
લાંબા સમય સુધી મોબાઈલ કે કોમ્પ્યૂટર સ્ક્રીન જોવાથી આંખો થાકી જાય છે. દર 1 કલાકમાં ઓછામાં ઓછી 5-10 મિનીટ માટે સ્ક્રીનથી દૂર નજરને ફેરવો. આ આંખોમા નસોને રિલેક્સ કરે છે અને માથાના દુખાવો ઓછો કરે છે.
સોર્સ : Google
લાંબા સમય સુધી ચમકદાર કે કોન્ટ્રાસ્ટ વાળી સ્ક્રીન જોવાથી આંખો પર દબાણ વધે છે. સ્ક્રીન બ્રાઈટનેસ ઓછી રાખવી, નાઈટ મોડ કે બ્લૂ લાઈટ ફિલ્ટરનો યૂઝ કરવો.
સોર્સ : Google
ડિહાઈડ્રેશન પણ માથાના દુખાવાનું મોટું કારણ હોઈ શકે છે. આખા દિવસમાં 6-8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પાણી શરીરની બ્લડ સર્ક્યુલેશન અને મગજની કાર્યક્ષમતા જાળવી રાખે છે.
સોર્સ : Google
લાંબા સમય સુધી સ્ક્રીન પર લાગી રહેવાથી ડોકી અને ખભામાં ટેન્શન વધે છે. હળવી સ્ટ્રેચિંગ કે થોડુ ચાલવું એ શરીરની નસોને રિલેક્સ કરે છે અને માથાના દુખાવામાં રાહત આપે છે.
સોર્સ : Google
માથા કે આંખો પર ઠંડી પટ્ટી રાખવાથી બ્લડ ફ્લો વધે છે અને દુખાવાથી રાહત મળે છે. 5-10 મિનીટની આ ટેકનિક તણાવ અને માથાના દુખાવા બંનેને ઓછો કરે છે.
સોર્સ : Google
5-10 મિનીટ ઊંડા શ્વાસ લો અથવા ધ્યાન કરો. આનાથી મગજમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને તણાવ ઘટે છે. માથાનો દુખાવો અને માઈગ્રેનના સમયે આ તરત જ રાહત આપે છે.
સોર્સ : Google
થોડી માત્રામાં ગ્રીન ટી અથવા કૉફી માથાનો દુખાવો ઓછો કરી શકે છે, કેમ કે આ રક્ત વાહિનીઓને સંતુલિત કરે છે, પરંતું વધુ પડતું કૈફેન ઉલટી અસર પણ કરી શકે છે