શું તમારા આધારનો દુરુપયોગ થઈ રહ્યો છે? આ રીતે તરત જ તપાસો!

આધાર આપણી ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે, તેના વધતા ઉપયોગને કારણે છેતરપિંડી અને કૌભાંડનું પ્રમાણ વધ્યું છે.તેથી,આધારને સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે.

UIDAI એ આધાર ધારકો માટે "Authentication History"નામનું એક ઓનલાઈન સાધન ઉપલબ્ધ કરાવ્યું છે.

આ સુવિધા myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે, જ્યાંથી તમે જોઈ શકો છો કે તમારા આધાર નંબરનો ઉપયોગ ક્યાં અને ક્યારે થયો છે.

https://myaadhaar.uidai.gov.in ની મુલાકાત લો. OTP થી લોગિન કરો.તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.“લોગિન વિથ OTP” પર ક્લિક કરો.પછી,રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરીને લોગિન કરો.

ત્યારબાદ "Authentication History"માં જઈ,તારીખ પસંદ કરી અને જોઈ શકો છો કે તમારા આધાર નંબરનો ઉપયોગ કયા સ્થળોએ અને કયા હેતુ માટે થયો હતો.

જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો UIDAI હેલ્પલાઇન 1947 પર ફોન કરીને અથવા help@uidai.gov.in પર ઇમેઇલ મોકલીને ફરિયાદ નોંધાવી શકાય છે.

આધાર બાયોમેટ્રિક લોક કેવી રીતે કરવું: UIDAI વેબસાઇટ https://uidai.gov.in પર જાઓ. "લોક/અનલોક બાયોમેટ્રિક્સ" વિભાગ પર જાઓ. VID, નામ, PIN કોડ અને કેપ્ચા દાખલ કરો. OTP વડે પ્રમાણિત કરો.

આ રીતે, UIDAI દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો ઉપયોગ કરીને તમારા આધાર ડેટાને સુરક્ષિત રાખી શકો છો અને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચી શકો છો.