સારા તેંડુલકર પડી આ બોલીવુડ અભિનેતાના પ્રેમમાં? દિપીકા પાદુકોણ સાથે કરી ચૂક્યો છે રોમાન્સ
સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પોતાના અંગત જીવનને લઈને ફરી એકવાર ચર્ચામાં છે. સારા તેંડુલકરની ડેટિંગની અફવાઓ અવારનવાર સોશિયલ મીડિયામાં આવતી જ રહે છે.
સારાનું નામ હવે પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડાઈ રહ્યું છે. તેમના વિશે એવી અફવાઓ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
જોકે, સિદ્ધાંત અને સારા વચ્ચેના સંબંધો અંગે કોઈ સત્તાવાર અપડેટ નથી. ડેટિંગ વિશે હજુ સુધી બંને તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.
માહિતી મુજબ, સારા અને સિદ્ધાંતને ઘણી વાર સાથે જોવામાં આવ્યા છે. આ પછી, તેમના ડેટિંગની અફવાએ જોર પકડ્યું છે.
રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે સિદ્ધાંત અને સારા થોડા સમયથી જ મિત્રો બન્યા છે પરંતુ બંને વચ્ચેની કેમેસ્ટ્રી સારી છે.
સારા તેંડુલકરનું નામ પહેલા ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંને એકબીજાને ડેટ કરે છે તેવી અફવાઓ હતી.