સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના અવસર પર લોકો પોતાની બાઈક કે કાર પર રાષ્ટ્રધ્વજ લગાવતા હોય છે
પરંતુ રાષ્ટ્રધ્વજ લગાવવાના નિયમો અનુસાર દરેકને આની મંજૂરી નથી હોતી
ભારતીય ધ્વજ સંહિતા, 2002 ના ફકરા 3.44 મુજબ, મોટર કાર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો વિશેષાધિકાર અમુક લોકો પાસે જ છે
જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ, સેનાના વડા, કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ વગેરેનો સમાવેશ થાય છે
નાગરિકોને ઘરમાં ત્રિરંગો લહેરાવવાની કે હાથમાં ધ્વજ લઈને ચાલવાની સ્વતંત્રતા છે. પરંતુ ખાનગી વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવવા એ ગુનો છે
જો કોઈ આમાં દોષી સાબિત થાય છે તો 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે