ક્રિસમસ ટ્રી છે? કાન્સમાં બીજા દિવસે પણ ટ્રોલ થઈ ઐશ્વર્યા રાય બચ્ચન

કાન્સમાં અભિનેત્રીનો નવો લુક પણ ચાહકોને પસંદ નથી આવ્યો, પહેલા દિવસના લુકને લઈને પણ ટ્રોલ થઈ હતી.

બીજા દિવસે ઐશ્વર્યા રાય બચ્ચને સિલ્વર અને બ્લુ ગાઉન પહેર્યું હતું. આ લુકને જોઈને લોકો ઘણી વિચિત્ર કમેન્ટ કરી રહ્યા છે.

ડ્રેસની પાછળનો બ્લૂ લાંબી ચમકદાર પાંખો સાથે લાઇટ મેકઅપ, લિપસ્ટિક અને ખુલ્લા વાળ રાખ્યા હતા.

એકે લખ્યું, "દિવાળીની સજાવટ થઈ રહી છે." બીજાએ લખ્યું, "તે ક્રિસમસ ટ્રીની જેમ ફરે છે."

જો કે ઐશ્વર્યા રાય બચ્ચને આ ટ્રોલિંગને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પહેલા દિવસના લૂકને જોઈને પણ લોકોએ ટિપ્પણી કરી હતી કે હવે 'ઘરડી' થઈ ગઈ છે.

ઐશ્વર્યા તેના તૂટેલા હાથ સાથે કાન્સ 2024નો ભાગ બની છે. જ્યારે તેણી નીકળી ત્યારે તેના હાથમાં પ્લાસ્ટર જોવા મળ્યું હતું.