હાર્દિક પંડ્યા લગ્નના 4 વર્ષ પાદ પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ ગયો છે. તેમનો એક પુત્ર છે જેને તે બંને સાથે મળીને ઉછેરશે.

નતાશા હાર્દિકની જોડી તૂટવાથી ફેન્સ અપસેટ થયા. પરંતુ આ વચ્ચે હાર્દિક પંડ્યાનું નામ અનન્યા સાથે જોડાતા ઘણાંને હેરાન કરી ગયું.

અનંત અંબાણીના લગ્નમાં જે પ્રકારે હાર્દિક પંડ્યા અને અનન્યા સાથે નાચતા જોવા મળ્યા, તેમની કેમેસ્ટ્રી તુરંત વાયરલ થઈ ગઈ. ફેન્સ તેમની જોડી બનાવવા પર આવી ગયા.

હાર્દિક અને અનન્યા એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગ્યા છે. એનાથી એમના ડેટિંગની અફવાઓ ફેલાવા લાગી.

અનન્યા જેને પણ મળે તેની સાથે સહજતાથી સેટ થઈ જાય છે. તે જલદીથી હળી મળી જાય છે. તે ખુશીના પળને બધા એન્જોય કરી રહ્યા હતા.

લોકો તેમની કેમેસ્ટ્રી જોઈને રોમેન્ટિક એન્ગલ શોધી રહ્યા છે. પરંતુ અનન્યા હાલ તેના કામ પર ધ્યાન આપી રહી છે.

અનન્યા અને હાર્દિકે અંબાણીના લગ્નમાં ઘણો સમય સાથે વિતાવ્યો છે. અનન્યાનું થોડા સમય પહેલા જ આદિત્યરોય કપૂર સાથે બ્રેકઅપ થયું છે. આ પહેલા તે ઈશાન ખટ્ટર સાથે રિલેશનમાં હતી.