ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વધુ ઘેરાઇ રહ્યું છે. યુદ્ધના સાતમા દિવસે ઇરાને ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો.
ઇરાને પોતાની સૌથી ખતરનાક બેલેસ્ટિક મિસાઇલ સેજિલ-2 ઇઝરાયેલ પર છોડી હતી.
આ મિસાઇલનો ઉપયોગ કરીને ઇરાને દક્ષિણ ઇઝરાયેલના શહેર બીરશેબામાં સોરોકા હોસ્પિટલને ભારે નુકસાન પહોચાડ્યું છે.
ઇરાને પ્રથમ વખત સેજિલ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો જે એક મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ છે.
આ પોતાની 2000 કિલોમીટરની રેન્જમાં લગભગ 700 કિલોગ્રામનું પેલોડ પહોંચાડી શકે છે.
ઇરાને આ યુદ્ધમાં 400 મિસાઇલ અને હજારો ડ્રોન ઇઝરાયેલ પર છોડ્યા છે જેમાં ફતહ-1, શહાબ-3,ગદર અને ખોર્રમશહર જેવી લોન્ગ મિડ રેન્જ મિસાઇલ સામેલ છે.
અત્યાર સુધી રશિયા,ચીન અને ભારત પાસે હાઇપરસોનિક મિસાઇલો હતો. આ યાદીમાં ઇરાનનું જોડાવું ક્ષેત્રીય શક્તિ સંતુલનને બદલી શકે છે.