IPLનો 18મો જન્મદિવસ! લીગે આપ્યુ ક્રિકેટને નવું રૂપ
ઈન્ડિયન પ્રીમિયર લીગે 18 વર્ષની શાનદાર સફર પૂર્ણ કરી! 2008થી શરૂ થયેલી આ લીગે ક્રિકેટને નવું રૂપ આપ્યું.
18 એપ્રિલ, 2008ના રોજ IPLની પ્રથમ મેચ રમાઇ હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો.
IPL વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનાઢ્ય ક્રિકેટ લીગ છે.તેની બ્રાન્ડ વેલ્યૂ મૂલ્ય ₹1 લાખ કરોડથી વધુ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ 5-5 વખત IPL ટાઇટલ જીતી ચુક્યા છે.
IPLએ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા જેવા સ્ટાર્સ આપ્યા, જે આજે વિશ્વ ક્રિકેટમાં રાજ કરે છે.
2010માં IPL પ્રથમ રમતગમત ઇવેન્ટ બન્યું જે યુટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમ થયું. આજે JioHotstar પર કરોડો ફેન્સ જુએ છે.
એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડી IPLની શરૂઆતથી જ રમે છે