IPL 2024માં પોઇન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે. રાજસ્થાનના 9 મેચમાં 8 જીત સાથે 16 પોઇન્ટ છે. એક જીત સાથે તે પ્લે ઓફમાં ક્વોલિફાઇ થઇ જશે.

કોલકાતા નાઇટ રાઇડર્સ 8 મેચમાં 5 જીત સાથે 10 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. પ્લે ઓફમાં પહોંચવા માટે તેને 4 મેચ જીતવી જરૂરી છે.

ચેન્નાઇ સુપર કિંગ્સના પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. 9 મેચમાં 5 જીત સાથે 10 પોઇન્ટ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. હૈદરાબાદના 9 મેચમાં 5 જીત સાથે 10 પોઇન્ટ છે.

IPL 2024 પ્લે ઓફની રેસમાં દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે પણ ટક્કર જોવા મળે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પણ પ્લે ઓફની રેસમાં છે. જોકે, તેમને બાકી રહેલી તમામ મેચ જીતવી પડશે અને અન્ય ટીમ પર પણ નજર રાખવી પડશે.