આજકાલ સડકના અકસ્માત ઘણાં વધી ગયા છે અને અકસ્માત થવાનું સાચું કારણ જાણવું ઘણું અઘરું હોય છે. તો આ ડિવાઇસ તેની માટે ખુબ ઉપયોગી સાબિત થયું છે.
અમે વાત કરી રહયા છે ડેશકેમની જેને ડેશબોર્ડ કેમેરો પણ કહેવામાં આવે છે. જે રસ્તા પરની તમારી આખી સફરને રેકોર્ડ કરે છે. આવો જાણીએ તેના ફાયદા.
કોઈ પણ સડક અકસ્માત દરમિયાન ડેશકેમ રેકોર્ડિંગ તમારી માટે એક દમદાર પુરાવો સાબિત થઇ શકે છે. જેનાથી તમે સહેલાઈથી ઇન્સ્યોરન્સ ક્લેમ પણ કરી શકો છો.
કેટલીક વખત અકસ્માતમાં લોકો ખોટા આરોપો લગાવતા હોય છે. તો ડેશકેમનું રેકોર્ડિંગ બતાવીને તમે પોલીસ અને કોર્ટમાં તેની સાબિતી આપી શકો છો.
જો તમે ખોટી રીતે ચલાણ વસુલાતના શિકાર બન્યા હશો તો ડેશકેમની ફૂટેજ દેખાડીને પોતાને નિર્દોષ સાબિત કરી શકો છો.
રસ્તા પર કોઈ ખોટી રીતે ગાડી ચલાવી રહ્યું હોય અથવા તેવા ડ્રાઇવિંગ તમને હેરાન કરતું હોય તો ડેશકેમ રેકોર્ડિંગથી પોલીસની મદદ લઇ શકો છો.
ડેશકેમ દ્વારા તમે તમારી રોડ ટ્રીપ દરમિયાન સુંદર નજારાઓને પણ વીડિયોમાં કેપ્ચર કરી શકો છો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર