ઓગસ્ટમાં મુલાકાત લેવા માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ

ઓગસ્ટમાં ભારતમાં કેટલીક જગ્યાઓનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય છે, આવી સ્થિતિમાં તમે આ જગ્યાઓની મુલકાત લેવાનો પ્લાન બનાવી શકો છો

તમે કર્ણાટકમાં આવેલા કુર્ગની મુલાકાત લઈ શકો છો. વરસાદની ઋતુમાં આ સ્થળની સુંદરતા ઘણી વધી જાય છે. તેને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે.

કુર્ગમાં આ સમયે જાણે પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવ્યું હોય તેવા નજારા જોવા મળે છે. અહીં તમે એબી ફોલ્સ, ઇરુપ્પુ ફોલ્સ, હોન્નામાના લેક, મદિકેરી ફોર્ટની મુલાકાત લઈ શકો છો.

આ સમયે ઉદયપુર નું હવામાન ફરવા માટે અનુકૂળ હોય છે તમે અહીં ઐતિહાસિક કિલ્લાઓ જોઈ શકો છો. આ સિવાય તમે પિચોલા તળાવ, મનસાપૂર્ણ કરણી માતા મંદિર, હાથી પોલ માર્કેટની મુલાકાત લઈ શકો છો.

તમે રાજસ્થાનમાં માઉન્ટ આબુ જઈ શકો છો. આ સમયે અહીં સુંદર નજારો જોવા મળે છે. અહીં તમે ટોડ રોક, દેલવાડાના દેરા, રઘુનાથ મંદિરની મુલાકાત લઈ શકો છો.

વરસાદની ઋતુમાં શિલોંગ પણ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમે શિલોંગ પીક, સેન્ટ એન્થોની ચર્ચ, વોર્ડ લેક, પોલો બજારની મુલાકાત લઈ શકો છો.