ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી
સોર્સ : Google
વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં સાઉથ આફિકાને હરાવીને ભારતીય વિમેન્સ ટીમે પહેલી વખત વર્લ્ડ કપ જીત્યો છે. આ વર્લ્ડ કપમાં દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી. તેના પહેલા ત્રણ ભારતીય ખેલાડી ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની ચૂક્યા છે.
સોર્સ : Google
દીપ્તિ શર્માને વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ વર્લ્ડ કપમાં તેણે 215 રન બનાવ્યા હતા અને ટુર્નામેન્ટની સૌથી વધુ 22 વિકેટ લીધી હતી.
સોર્સ : Google
સચિન તેંડુલકર ODI વર્લ્ડ કપ 2003માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરાયેલા પ્રથમ ભારતીય બન્યો હતો. તેણે આ વર્લ્ડ કપમાં 11 મેચમાં 673 રન બનાવ્યા હતા. જે ટુર્નામેન્ટ સૌથી વધુ હતા.
સોર્સ : Google
તેના પછી, યુવરાજ સિંહે 2011 ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો. તેણે તે વર્લ્ડ કપમાં 362 રન બનાવવાની સાથે 15 વિકેટ પણ લીધી હતી.
સોર્સ : Google
વિરાટ કોહલીને 2023ના ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો. તે ટુર્નામેન્ટનો હાઈએસ્ટ રન સ્કોરર જરો. તેણે 11 મેચમાં 765 રન બનાવ્યા હતા.