ટેસ્ટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડીઓ

ટેસ્ટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી સચિન તેંડુલકર છે. તેણે 200 ટેસ્ટ રમીને 14 વખત આ એવોર્ડ જીત્યો છે.

રાહુલ દ્રવિડે 168 ટેસ્ટ મેચ રમીને 11 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

રવીન્દ્ર જાડેજાએ અત્યાર સુધી ભારત માટે 73 ટેસ્ટ રમીને 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

રવિચંદ્રન અશ્વિને ભારત માટે અત્યાર સુધીમાં 101 ટેસ્ટ રમી છે અને તેને 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી ભારત માટે 114 ટેસ્ટ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેણે 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

અનિલ કુંબલેએ ભારત માટે 132 ટેસ્ટ મેચ રમીને 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

વિરેન્દ્ર સેહવાગે ભારત માટે 104 ટેસ્ટ રમીને 8 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.