T20Iમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારા ભારતીય ખેલાડીઓ

સોર્સ : Google

ભારતીય ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ 2026માં રમી રહી છે, જેમાં ભારતીય ટીમનો જીતનો સિલસિલો ચાલુ છે. જોકે, અભિષેક શર્મા જેની પાસે સારા પ્રદર્શનની અપેક્ષા હતી, તે ત્રણ મેચમાં ખાતું પણ નથી ખોલી શક્યો.

સોર્સ : Google

સુપર 8 મેચો પહેલા તેના ફોર્મ અંગે ચિંતા વધી ગઈ છે. ભારત માટે T20I મેચોમાં સૌથી વધુ ડક આઉટ થનારા ખેલાડીઓની યાદીમાં પણ અભિષેક શર્મા ઝડપથી ઉપર આવી રહ્યો છે.

સોર્સ : Google

ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા હાલમાં ભારતીય ટીમ તરફથી T20I મેચોમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ ધરાવે છે. તે 159 મેચોની 151 ઈનિંગ્સમાં 12 વખત શૂન્ય પર આઉટ થયો છે.

સોર્સ : Google

રોહિત બાદ આ યાદીમાં વિરાટ કોહલીનું નામ છે, તે 125 T20I મેચોની 117 ઈનિંગ્સમાં 7 વખત ખાતું ખોલ્યા વિના પવેલિયન પરત ફર્યો છે.

સોર્સ : Google

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમનો ભાગ રહેલો સંજુ સેમસન આ યાદીમાં કોહલીની બરાબરી પર છે. તે અત્યાર સુધીમાં 58 T20I મેચોની 50 ઈનિંગ્સમાં 7 વખત શૂન્ય પર આઉટ થયો છે.

સોર્સ : Google

અભિષેક શર્મા પણ હવે આ યાદીમાં સામેલ થઈ ગયો છે. એક એવો રેકોર્ડ જેની તેણે ક્યારેય કલ્પના પણ નહતી કરી. અભિષેક શર્મા અત્યાર સુધીમાં 41 T20I મેચોની 40 ઈનિંગ્સમાં 6 વખત એક પણ રન બનાવ્યા વિના આઉટ થયો છે.

સોર્સ : Google

ટીમ ઈન્ડિયાનો વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ યાદીમાં અભિષેકની બરાબરી પર છે. સૂર્યકુમાર યાદવ અત્યાર સુધીમાં 108 T20I મેચોની 102 ઈનિંગ્સમાં 6 વખત શૂન્ય પર આઉટ થયો છે.

સોર્સ : Google