2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા 5 ભારતીય ક્રિકેટરો

સોર્સ : Google

આ વર્ષ ભારતીય ક્રિકેટ માટે અત્યાર સુધી ઝટકાઓથી ભરેલું રહ્યું છે. રવિવારે, ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

સોર્સ : Google

પુજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 103 ટેસ્ટ અને 5 ODI રમી છે. ટેસ્ટમાં તેણે 176 ઇનિંગ્સમાં 43.60ની એવરેજથી 7195 રન બનાવ્યા હતા.

સોર્સ : Google

આમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો હાઈએસ્ટ સ્કોર 206 રન હતો. જ્યારે ODIમાં તેણે 10.20ની એવરેજથી 51 રન બનાવ્યા હતા.

સોર્સ : Google

તેના પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે T20Iમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે.

સોર્સ : Google

રોહિત પછી, વિરાટ કોહલીએ પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પણ T20I ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

સોર્સ : Google

પીયૂષ ચાવલાએ પણ જૂનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પીયૂષ 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના વનડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તેણે ભારત માટે છેલ્લી મેચ 2012માં રમી હતી.

સોર્સ : ESPNcricinfo

આ યાદીમાં વરુણ એરોનનું નામ પણ સામેલ છે, જે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવામાં માહિર હતો.

સોર્સ : ESPNcricinfo