ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે નવી રેન્જ રોવર કાર ખરીદી છે.
સિરાજે સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી ફેન્સને આ સરપ્રાઇઝ આપી હતી.
સિરાજે પોસ્ટમાં લખ્યુ, 'પોતાના સપનાની કોઇ સીમા ના રાખો, કારણ કે તે તમને મહેનત કરવા અને વધુ પ્રયાસ કરવા માટે પ્રેરિત કરે છે. મને પોતાના પરિવાર માટે આ ડ્રીમ કાર ખરીદવામાં સક્ષમ બનાવવા માટે ઇશ્વરનો આભારી છું.'
મોહમ્મદ સિરાજે ખરીદેલી રેન્જ રોવરની કિંમત 2.60 કરોડ રૂપિયા છે.
મહત્ત્વપૂર્ણ છે કે સિરાજના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા. સિરાજ પોતાના પરિવાર સાથે સમય પ્રસાર કરી રહ્યો છે
સિરાજ શ્રીલંકા પ્રવાસમાં ટી-20 અને વન ડે સિરીઝનો ભાગ હતો. સિરાજ હવે બાંગ્લાદેશ વિરૂદ્ધ સિરીઝમાં રમતો જોવા મળશે.