ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ મેચ હારનાર ભારતીય કેપ્ટન

ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 30માંથી 3 ટેસ્ટ મેચ હારી હતી.

સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 21 ટેસ્ટ મેચ રમી અને 3 મેચ હારી હતી.

સચિન તેંડુલકરની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 12 ટેસ્ટ મેચ રમી હતી. જેમાંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બિશન સિંહ બેદીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 8 ટેસ્ટ મેચ રમી અને 3માં હારનો સામનો કરવો પડ્યો હતો.

કપિલ દેવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે 20માંથી 4 ટેસ્ટ મેચ હારી હતી.

મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 20 ટેસ્ટ મેચ રમી અને 4માં હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 15 ટેસ્ટ મેચ રમી છે. આમાંથી 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મન્સૂર અલી ખાન પટૌડીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 27 મેચ રમી હતી જેમાંથી 9માં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.