આ છે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ જીતનાર ભારતીય કેપ્ટન, શું ગિલ તોડી શકશે રેકોર્ડ?

ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ આજે (20 જૂન) શરૂ થવા જઈ રહ્યો છે. જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. આ સિરીઝમાં, ભારતની કમાન શુભમન ગિલના હાથમાં રહેશે.

શુભમન ગિલ પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરશે. આવી સ્થિતિમાં, બધાની નજર તેની કેપ્ટનશિપ પર રહેશે, કારણ કે આ દેશમાં ટેસ્ટ જીતવી ભારતીય કેપ્ટનો માટે એક મોટો પડકાર રહ્યો છે.

ઈંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં 3 ટેસ્ટ મેચ જીતી છે.

વિરાટ કોહલીએ 2018ના પ્રવાસ પર કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ જીતી હતી. આ પછી, 2021-22ના પ્રવાસ પર, તેણે ટીમ ઈન્ડિયા માટે 2 મેચ જીતી હતી.

આ યાદીમાં બીજા નંબરે કપિલ દેવ છે. તેની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં 2 ટેસ્ટ મેચ જીતી હતી.

ભારતના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોનીનું પ્રદર્શન ઈંગ્લેન્ડમાં ખાસ નહતું રહ્યું. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા અહીં ફક્ત 1 ટેસ્ટ મેચ જીતી શકી હતી.

તેના સિવાય, સૌરવ ગાંગુલી, અજિત વાડેકર અને રાહુલ દ્રવિડનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેમની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં 1-1 ટેસ્ટ મેચ જીતી હતી.