ઈંગ્લેન્ડ સામે ODIમાં સૌથી મોટી ઈનિંગ રમનાર ભારતીય કેપ્ટન
સોર્સ : Google
ઈંગ્લેન્ડ સામે ODIમાં ફક્ત ત્રણ ભારતીય કેપ્ટન સદી ફટકારી શક્યા છે. ચાલો ઈંગ્લેન્ડ સામે સૌથી મોટી ઈનિંગ રમનાર ભારતીય કેપ્ટનો પર એક નજર કરીએ.
સોર્સ : Google
સચિન તેંડુલકરે 11 ડિસેમ્બર, 1997ના રોજ શારજાહમાં ઈંગ્લેન્ડ સામે કેપ્ટન તરીકે 91 રન બનાવ્યા હતા. તેણે 87 બોલમાં 91 રન બનાવ્યા હતા, જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
સોર્સ : Google
રાહુલ દ્રવિડે 24 ઓગસ્ટ, 2007ના રોજ બ્રિસ્ટોલમાં ઈંગ્લેન્ડ સામે કેપ્ટન તરીકે અણનમ 92 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં રાહુલે 63 બોલનો સામનો કર્યો હતો અને 11 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
સોર્સ : Google
કેપ્ટન તરીકે મોહમ્મદ અઝહરુદ્દીને 11 માર્ચ, 1993ના રોજ ગ્વાલિયરમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી, જેમાં તે અણનમ રહ્યો હતો. તેણે 63 બોલનો સામનો કરીને 95 રન બનાવ્યા હતા.
સોર્સ : Google
સૌરવ ગાંગુલી ઈંગ્લેન્ડ સામે ODIમાં સદી ફટકારનારા ભારતીય કેપ્ટનોમાંથી એક છે. કેપ્ટન તરીકે, સૌરવે 22 સપ્ટેમ્બર, 2002ના રોજ કોલંબોમાં માત્ર 109 બોલમાં 117 રન બનાવ્યા હતા. આ સદીમાં તેણે 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
સોર્સ : Google
રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે ODIમાં સદી ફટકારનારા ભારતીય કેપ્ટનોમાંથી એક છે. રોહિત શર્માએ 9 ફેબ્રુઆરી, 2025ના રોજ કટકમાં ઈંગ્લેન્ડ સામે 119 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.
સોર્સ : Google
વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે કેપ્ટન તરીકે સૌથી મોટી ઈનિંગ રમી છે. તેણે 15 જાન્યુઆરી, 2017ના રોજ પુણેમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં વિરાટે 105 બોલમાં 122 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થતો હતો.