IPLની એક મેચમાં સૌથી વધુ રન આપનારા ભારતીય બોલરો, શમીએ બનાવ્યો શરમજનક રેકોર્ડ

સંદીપ શર્માએ IPL 2014માં કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી રમતા SRH સામે 4 ઓવરમાં 65 રન આપ્યા હતા.

IPL 2013માં દિલ્હી તરફથી રમતી વખતે, ઉમેશ યાદવે RCB સામે 4 ઓવરમાં 65 રન આપ્યા હતા.

IPL 2023માં પંજાબ કિંગ્સ તરફથી રમતા અર્શદીપ સિંહે MI સામે 3.5 ઓવરમાં 66 રન આપ્યા હતા.

IPL 2013માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઈશાંત શર્માએ CSK સામે 4 ઓવરમાં 66 રન આપ્યા હતા.

યશ દયાલે ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા IPL 2023માં KKR સામેની મેચમાં 69 રન આપ્યા હતા.

બેસિલ થમ્પીએ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા IPL 2018માં RCB સામે 4 ઓવરમાં 70 રન આપ્યા હતા.

IPL 2024માં મોહિત શર્માએ ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા DC સામેની મેચમાં 4 ઓવરમાં 73 રન આપ્યા હતા.

મોહમ્મદ શમી IPLની એક મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે.

મોહમ્મદ શમીએ ગઈકાલે (12 એપ્રિલ) સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા PBKS સામે 4 ઓવરમાં 75 રન આપીને શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.