વનડે ઇન્ટરનેશનલ (ODI)માં વિશ્વમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન સચિન તેંડુલકર છે. તેમના નામે દુનિયામાં સૌથી વધુ રનનો રેકોર્ડ છે.
સોર્સ : GSTV
સચિન તેંડુલકરે વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવ્યા છે. વર્ષ 1989માં કરિયરની શરૂઆતથી લઈને વર્ષ 2012 સુધીમાં સચિને 463 મેચ રમતા 18,426 રન બનાવ્યા છે. આ દરમિયાન 49 સદી અને 96 અર્ધસદી ફટકારી છે.
સોર્સ : GSTV
વિરાટ કોહલી આ યાદીમાં બીજા નંબરે છે. વર્ષ 2008માં કોહલીએ ડેબ્યૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં 311 મેચ રમતા કૂલ 14,797 રન બનાવ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 54 સદી અને 77 અર્ધસદી ફટકારવામાં સફળ રહ્યો છે.
સોર્સ : GSTV
રોહિત શર્મા આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેણે વર્ષ 2007માં ડેબ્યૂ કર્યા પછી અત્યાર સુધીમાં 282 મેચ રમી ચૂક્યા છે. તેના નામે 11,577 રન નોંધાયેલા છે. રોહિત શર્મા 33 સદી અને 61 અર્ધસદી ફટકારી ચૂક્યો છે.
સોર્સ : GSTV
સૌરવ ગાંગુલીએ વર્ષ 1992માં પોતાનું વનડે ડેબ્યૂ કર્યું ત્યારથી લઈને વર્ષ 2007 સુધી રમતા રહ્યા. આ દરમિયાન 311 મેચ રમીને પોતાની કરિયરમાં 11,363 રન બનાવ્યા છે. સૌરવે 22 સદી અને 72 અર્ધસદી ફટકારી છે.
સોર્સ : GSTV
રાહુલ દ્રવિડે વર્ષ 1996માં વનડે ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2011 સુધીમાં દ્રવિડે 344 મેચ રમીને 10,889 રન બનાવ્યા છે. દ્રવિડે પોતાના વનડે કરિયરમાં 12 સદી અને 83 અર્ધસદીની ઇનિંગ્સ રમી છે.