T20Iમાં ડેબ્યુ બાદ સૌથી ઓછી ઈનિંગ્સમાં સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનો

અભિષેક શર્માએ ગઈકાલે ઝિમ્બાબ્વે સામે શાનદાર સદી ફટકારી છે, તેણે T20Iમાં ડેબ્યુ બાદ બીજી ઈનિંગમાં જ આ કારનામું કરી દેખાડ્યું છે.

દીપક હુડ્ડાએ T20 ઈન્ટરનેશનલમાં પોતાની ત્રીજી ઈનિંગમાં પ્રથમ સદી ફટકારી હતી.

કેએલ રાહુલે T20 ઈન્ટરનેશનલમાં તેની ચોથી ઈનિંગમાં પ્રથમ સદી ફટકારી હતી.

યશસ્વી જયસ્વાલે T20 ઈન્ટરનેશનલમાં તેની છઠ્ઠી ઈનિંગમાં પ્રથમ સદી ફટકારી હતી.

શુભમન ગિલે પણ T20 ઈન્ટરનેશનલમાં તેની છઠ્ઠી ઈનિંગમાં પ્રથમ સદી ફટકારી હતી.

સુરેશ રૈનાએ T20 ઈન્ટરનેશનલમાં તેની 12મી ઈનિંગમાં પ્રથમ સદી ફટકારી હતી.