SENA દેશોમાં સૌથી વધુ વખત એક ટેસ્ટમાં 200 પ્લસ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
SENA દેશોમાં એટલે કે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ મેચમાં 200 કે તેથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી ટોપ પર છે. તેણે આ સિદ્ધિ 5 વખત મેળવી છે.
રાહુલ દ્રવિડ આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે SENA દેશોમાં 4 વખત ટેસ્ટમાં 200 કે તેથી વધુ રન બનાવ્યા છે.
સચિન તેંડુલકરે SENA દેશોમાં 2 વખત ટેસ્ટ મેચમાં 200 કે તેથી વધુ રન બનાવ્યા છે.
રિષભ પંતે SENA દેશોમાં અત્યાર સુધી બે વાર ટેસ્ટ મેચમાં 200 કે તેથી વધુ રન બનાવ્યા છે. તેણે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી.
વીરેન્દ્ર સેહવાગ પણ આ યાદીમાં છે. તેણે SENA દેશોમાં બે વાર ટેસ્ટ મેચમાં 200 કે તેથી વધુ રન બનાવ્યા છે.
વીવીએસ લક્ષ્મણે SENA દેશોમાં એક ટેસ્ટમાં 200 કે તેથી વધુ રન બનાવ્યા છે.
વિજય હજારેએ પણ એક વાર SENA દેશમાં ટેસ્ટ મેચમાં 200 થી વધુ રન બનાવ્યા હતા.
સુનિલ ગાવસ્કરે પણ એક વાર SENA દેશમાં ટેસ્ટ મેચમાં 200 કે તેથી વધુ રન બનાવ્યા છે.