એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચોમાં કેવું છે ભારતીય બેટ્સમેનોનું પરફોર્મન્સ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલ એટલે કે 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થશે.
પ્રથમ ટેસ્ટ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચાલો જાણીએ આ મેદાનમાં ભારતીય ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન કેવું છે.
રોહિત શર્માએ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 4 ટેસ્ટ ઈનિંગ્સમાં 51.25ની એવરેજથી 205 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે.
શુભમન ગિલે ચેન્નાઈમાં 4 ટેસ્ટ ઈનિંગ્સમાં 23.25ની એવરેજથી 93 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે.
વિરાટ કોહલીએ આ સ્ટેડિયમમાં 6 ટેસ્ટ ઈનિંગ્સમાં 44.50ની એવરેજથી 267 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી અને 1 સદી સામેલ છે.
કેએલ રાહુલે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 1 ટેસ્ટ ઈનિંગમાં 199ની એવરેજથી 199 રન બનાવ્યા છે.
રિષભ પંતે આ સ્ટેડિયમમાં 4 ટેસ્ટ ઈનિંગ્સમાં 56ની એવરેજથી 168 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે.
રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈમાં 6 ટેસ્ટ ઈનિંગ્સમાં 38.16ની એવરેજથી 229 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી અને એક સદી સામેલ છે.
રવિન્દ્ર જાડેજાએ ચેપોકમાં 2 ટેસ્ટ ઈનિંગ્સમાં 33.50ની એવરેજથી 67 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે.
અક્ષર પટેલે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 2 ટેસ્ટ ઈનિંગ્સમાં 6ની એવરેજથી 12 રન બનાવ્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર