T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
સોર્સ : Google
T20I ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રોહિત શર્મા છે. તેણે પોતાની કારકિર્દીમાં 159 મેચ રમી છે, જેમાં 4,231 રન બનાવ્યા છે.
સોર્સ : Google
2007માં T20 કારકિર્દીની શરૂઆત કરનાર રોહિતે 2024 ICC T20 વર્લ્ડ કપ રમ્યા અને જીત્યા પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
સોર્સ : Google
વિરાટ કોહલી બીજા ક્રમે આવે છે. કોહલીએ 2010માં તેની T20 કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી, તેણે 125 મેચ રમી છે અને 2024 સુધી 4,188 રન બનાવ્યા છે.
સોર્સ : Google
રોહિતની સાથે કોહલીએ પણ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જોકે, તે હાલમાં IPL અને ODIમાં રમી રહ્યો છે.
સોર્સ : Google
સૂર્યકુમાર યાદવ આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે. સૂર્યાએ 2021માં T20I ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તેણે 113 T20 મેચ રમી છે અને 3272 રન બનાવ્યા છે.
સોર્સ : Google
તેની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 2026નો ICC T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે તે જોવાનું બાકી છે કે તે વાપસી કરી શકશે કે નહીં.
સોર્સ : Google
હાર્દિક પંડ્યા ચોથા નંબર પર આવે છે. તેણે અત્યાર સુધીમાં 138 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 2288 રન બનાવ્યા છે. જોકે, તે પણ ઘણા સમયથી ટીમની બહાર છે. તે ઈજાગ્રસ્ત હતો અને રમી ન હતો શક્યો. આશા છે કે, તે સ્વસ્થ થતાં જ પાછો ફરશે.
સોર્સ : Google
કેએલ રાહુલ પાંચમા નંબર પર છે. રાહુલે 2016માં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તેણે 72 મેચ રમી છે અને 2265 રન બનાવ્યા છે. જોકે, તેણે 2022થી ટીમ ઈન્ડિયા માટે એક પણ T20I મેચ રમી નથી.