T20 વર્લ્ડ કપની દરેક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

પ્રથમ T20 વર્લ્ડ કપ વર્ષ 2007માં રમાયો હતો, તે વર્ષે ભારત ચેમ્પિયન બન્યું હતું.

તે વર્ષે ગૌતમ ગંભીરે 227 રન બનાવ્યા હતા. જે કોઈપણ ભારતીય દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન હતા

2009માં જ્યારે બીજો T20 વર્લ્ડ કપ રમાયો ત્યારે ભારત માટે યુવરાજ સિંહે સૌથી વધુ 153 રન બનાવ્યા હતા.

સુરેશ રૈનાએ 2010 T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ 219 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ 2012 T20 વર્લ્ડ કપમાં 185 રન બનાવ્યા હતા.

2014ના T20 વર્લ્ડ કપમાં પણ વિરાટ કોહલીએ ભારત માટે સૌથી વધુ 319 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ 2016માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં 273 રન બનાવ્યા હતા.

કેએલ રાહુલે 2021 T20 વર્લ્ડ કપમાં 194 રન બનાવ્યા હતા.

2022ના T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ ફરી એકવાર ભારત માટે સૌથી વધુ 296 રન બનાવ્યા હતા.