ટેસ્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન

ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન રિષભ પંત છે. તેણે 28 બોલમાં 50 રન બનાવ્યા છે.

આ યાદીમાં કપિલ દેવનું નામ બીજા નંબરે આવે છે. તેણે વર્ષ 1982માં ટેસ્ટમાં માત્ર 30 બોલમાં અડધી સદી ફટકારી હતી.

યશસ્વી જયસ્વાલ હવે ત્રીજા નંબરે આવી ગયો છે. ગઈકાલે તેણે કાનપુરમાં બાંગ્લાદેશ સામે 31 બોલમાં અડધી સદી ફટકારી હતી.

શાર્દુલ ઠાકુર પણ જયસ્વાલની બરાબરી પર છે. તેણે ભારત માટે ટેસ્ટ રમતા 31 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.

વીરેન્દ્ર સેહવાગે પણ ટેસ્ટમાં 31 બોલમાં અડધી સદી ફટકારી હતી.

આ લિસ્ટમાં હવે કેએલ રાહુલ પણ આવી ગયો છે. તેણે ગઈકાલે કાનપુરમાં બાંગ્લાદેશ સામે 33 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.

ઈશાન કિશન પણ રાહુલની બરાબરી પર છે. તેણે પણ ટેસ્ટમાં 33 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.