અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામે પાંચમી ટી-20 મેચમાં 37 બોલમાં સદી ફટકારી હતી. ભારત માટે રમતા તેને ટી-20માં બીજી સદી ફટકારી હતી.

રોહિત શર્મા ટી-20માં સૌથી ઝડપી ફટકારનાર બેટ્સમેન મામલે ચોથા નંબર પર છે. રોહિત શર્માએ 35 બોલમાં 2017માં શ્રીલંકા વિરૂદ્ધ સદી ફટકારી હતી.

સંજુ સેમસન આ યાદીમાં ત્રીજા નંબર પર છે. સંજુ સેમસને 2024માં બાંગ્લાદેશ વિરૂદ્ધ 40 બોલમાં સદી ફટકારી હતી.

તિલક વર્માએ 2024માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 41 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.

સૂર્યકુમાર યાદવ આ યાદીમાં પાંચમા નંબર પર છે. 2023માં શ્રીલંકા વિરૂદ્ધ સૂર્યકુમારે 45 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.

ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ સાહિલ ચૌહાણના નામે છે. એસ્ટોનિયા તરફથી રમતા સાઇપ્રસ વિરૂદ્ધ 27 બોલમાં સાહિલે સદી ફટકારી હતી.