T20Iમાં 100થી વધુ છગ્ગા મારનારા ભારતીય બેટ્સમેન

સોર્સ : Google

અભિષેક શર્માએ ભારત તરફથી રમતી વખતે T20I મેચોમાં 100થી વધુ છગ્ગા ફટકાર્યા છે. અત્યાર સુધી ફક્ત પાંચ ભારતીય બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવી છે. રોહિત શર્મા આ બાબતમાં ઘણો આગળ છે, તેણે 200થી વધુ છગ્ગા ફટકાર્યા છે.

સોર્સ : Google

રોહિત શર્માએ પોતાની T20I કારકિર્દીમાં ભારત માટે 159 મેચ રમી છે, જેમાં 205 છગ્ગા ફટકાર્યા છે. રોહિતે 2024ના T20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

સોર્સ : Google

સૂર્યકુમાર યાદવ આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં 113 T20I મેચ રમી છે, જેમાં 179 છગ્ગા ફટકાર્યા છે. જોકે, તેને હવે ટીમની બહાર કરવામાં આવ્યો છે. જો સૂર્યા પાછો ફરે છે, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે 200 છગ્ગા પણ ફટકારશે.

સોર્સ : Google

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો, તે ઈજાને કારણે ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 138 T20I મેચ રમી છે, જેમાં 126 છગ્ગા ફટકાર્યા છે. તે હાલમાં આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

સોર્સ : Google

વિરાટ કોહલી બહુ છગ્ગા નથી મારતો, પરંતુ તેણે T20I મેચોમાં 100થી વધુ છગ્ગા ફટકાર્યા છે. કોહલીએ 125 મેચ રમી છે અને 124 છગ્ગા ફટકાર્યા છે. 2024ના T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કોહલીએ પણ આ ફોર્મેટ છોડી દીધું હતું.

સોર્સ : Google

અભિષેક શર્માએ ભારત માટે ફક્ત 49 T20I મેચ રમી છે, જેમાં 102 છગ્ગા ફટકાર્યા છે. અભિષેકે બુધવારે રાત્રે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20I મેચમાં 24 બોલમાં 59 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા અને આ ફોર્મેટમાં તેનો 100 છગ્ગા પૂર્ણ કર્યા હતા.

સોર્સ : Google