Cannes 2025માં વાળમાંથી બનેલો ડ્રેસ પહેરીને પહોંચી ભારતીય અભિનેત્રી

અભિનેત્રી અને એન્ટરપ્રેન્યોર પારુલ ગુલાટી પોતાના અનોખા અંદાજમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં પહોંચી હતી.

પારુલે કાન્સના રેડ કાર્પેટ પર વાળમાંથી બનેલો ડ્રેસ પહેરીને હાજરી આપી હતી. ત્યારથી તે અને તેનો ડ્રેસ ચર્ચામાં છે.

પારુલ ગુલાટીનો ડ્રેસ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારે છે કે તેને આ વિચાર કેવી રીતે આવ્યો હશે.

પારુલનો ડ્રેસ ITRH2 લેબલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

પારુલનો ડ્રેસ વાળમાંથી બનાવેલીનાની નાની ચોટલીઓનો બનેલો હતો.

પારુલ નિશ હેર નામની કંપની ચલાવે છે, જેમાં તે હેર એક્સટેન્શન બનાવે છે. આ કારણે જ તેણે વાળમાંથી પોતાનો ડ્રેસ બનાવવાનું વિચાર્યું.