15 ઓગસ્ટે ભારતમાં સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. ભારતને લાંબા સંઘર્ષ બાદ 15 ઓગસ્ટ 1948માં બ્રિટિશ રાજ પાસેથી આઝાદી મળી હતી.

જાપાનની ગુલામીમાં ઘેરાયેલા નોર્થ અને સાઉથ કોરિયામાં પણ 15 ઓગસ્ટ 1945માં સ્વતંત્રતા મળી હતી. અમેરિકન અને સોવિયતની આર્મીએ મળીને કોરિયા પર જાપાનના કબ્જાને ખતમ કર્યો હતો અને 1948માં તેને નોર્થ અને સાઉથ કોરિયા બે દેશમાં અલગ કરી નાખ્યા હતા.

ભારતની જેમ રિપબ્લિક ઓફ કાંગો પણ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ મનાવે છે. 1960માં આ દેશને ફ્રાંસથી પુરી રીતે સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

લિકટેંસ્ટીન દેશ પણ ભારત સાથે જ 15 ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવે છે. આ દુનિયાનો સૌથી છઠ્ઠો નાનો દેશ છે. સ્વતંત્રતા પહેલા તે જર્મનીના કંટ્રોલમાં હતું.

ભારતની જેમ બહેરીન પણ 15 ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવે છે. જોકે, બહેરીનને 1971માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી.