લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આ નેતાઓનું ભવિષ્ય થશે EVMમાં કેદ

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી રાજ્યની માંડ્યા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ જનતા દળ સેક્યુલર એટલે કે જેડીએસના પ્રમુખ છે.

ભાજપે કેરળની તિરુવનંતપુરમ સીટ પરથી રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ મોદી સરકારમાં કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી છે.

અરુણ ગોવિલ યુપીની મેરઠ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. ગોવિલ 2021માં ભાજપમાં જોડાયા હતા. તેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ રાજ્યની રાજનાંદગાંવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

'ડ્રીમ ગર્લ' તરીકે જાણીતી હીરોઈન હેમા માલિની યુપીની મથુરા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલા ફરી એકવાર રાજસ્થાનની કોટા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

પપ્પુ યાદવ બિહારની પૂર્ણિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચૂક્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

રવિન્દ્ર સિંહ ભાટી બાડમેર-જેસલમેર લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા છે. ભાટી શિવ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય છે.

કેરળની તિરુવનંતપુરમ સીટ પરથી શશિ થરૂર ફરી મેદાનમાં છે. તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ છે.