સારી ઊંઘ શરીરનો થાક તો ઉતારે જ છે, સાથે યાદશક્તિ પણ વધારે છે
સોર્સ : Google
આજે આધુનિક જીવનશૈલીને લીધે આપણે અનિદ્રાનો ભોગ બની રહ્યા છીએ
સોર્સ : Google
રાત્રે કારણ વગર જાગવું એ લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, તો જાણીએ કઈ આદતો તો અનિદ્રાની સમસ્યા થાય છે
સોર્સ : Google
મોબાઈલ કે ટીવીમાંથી નીકળનારો પ્રકાશએ શરીરમાં 'મેલાટોનિન' (ઊંઘ માટે જરૂરી હોર્મોન)ના ઉત્પાદનમાં અવરોધ પેદા કરે છે, જેથી ઊંઘવાના એક કલાક અગાઉ મોબાઈલ-ટીવી જોવું ટાળવું
સોર્સ : Google
સૂતા પહેલા ભારે અને મસાલેદાર ભોજન આરોગવાથી એસિડિટી કે પાચનની સમસ્યા થઈ શકે છે, જેથી સૂવાના 3 કલાક અગાઉ રાત્રિ ભોજન કરી લેવું જોઈએ
સોર્સ : Google
ચા-કોફી કે સોફ્ટ ડ્રિંકનું વધુ પડતું સેવન પણ ઊંઘમાં અવરોધ પેદા કરે છે, જે આપણી નર્વસ સિસ્ટમને એલર્ટ રાખે છે, માટે આ પ્રવાહી દ્રવ્યોનું સેવન પ્રમાણમાં કરવું હિતાવહ છે
સોર્સ : Google
રોજ જુદા જુદા સમય પર સૂવું એ શરીર માટે નુકસાનકારક હોય છે, જેથી એક સમયે સૂવાની આદત રાખવી જોઈએ