વિદેશ સેટલ થવું છે, તો આ દેશની સરકાર કરશે મદદ, આપશે પૈસા

વધુ સારા શિક્ષણ અથવા નોકરી માટે લોકો પોતાનો દેશ છોડીને વિદેશ જાત હોય છે. પરંતુ કલ્પના કરો કે તમને દેશ છોડવા માટે પૈસા પણ મળે તો..!

સ્વીડન તેના નાગરિકોને દેશ છોડવા માટે કહી રહ્યું છે. આ માટે તે લોકોને પૈસા પણ આપી રહ્યું છે.

સ્વીડનના ઈમિગ્રેશન મિનિસ્ટર મારિયા મલમાર સ્ટેનગાર્ડે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

સ્વીડિશ નાગરિકોને એવી દરખાસ્ત કરવામાં આવી છે કે વિદેશમાં જન્મેલા કોઈપણ સ્વીડિશ નાગરિક જે દેશ છોડવા માંગે છે તે સ્વેચ્છાએ આમ કરી શકે છે. આ માટે તેમને પૈસા પણ આપવામાં આવશે.

નાગરિકો સમક્ષ એવો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો હતો કે દેશ છોડવા માટેનું ભાડું પણ સરકાર આપશે.

સ્વીડનમાં, શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને 10,000 સ્વીડિશ ક્રાઉન આપવામાં આવે છે, એટલે કે લગભગ 80 હજાર રૂપિયા આપવામાં આવે છે.

સ્વીડનની ઈમિગ્રેશન સ્કીમ હેઠળ જો કોઈ બાળક સ્વીડન છોડે છે તો તેને 5,000 સ્વીડિશ ક્રાઉન એટલે કે લગભગ 40 હજાર રૂપિયા આપવામાં આવે છે.