જો ભૂલથી પણ ગુગલ પર આ વસ્તુઓ સર્ચ કરશો તો થઈ શકે છે જેલ

આપણે આપણા જીવનમાં કોઈ નવી બાબત વિશે માહિતી મેળવવાની હોય છે, ત્યારે આપણે સૌથી પહેલા ગૂગલનો સહારો લઈએ છીએ.

પરંતુ, શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેના વિષે સર્ચ કરવામાં આવે તો જેલ થઈ શકે છે.

ગુગલ પર જો આપણે કેટલીક ખોટી વસ્તુઓ શોધીશું તો કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકીએ છીએ. ચાલો તમને જણાવીએ કે કઈ વસ્તુઓ શોધવાનું ટાળવું જોઈએ.

જો તમે ગુગલ પર બોમ્બ કે અન્ય હથિયારો બનાવવા વિશે માહિતી શોધી રહ્યા છો, તો તમે સુરક્ષા એજન્સીઓના રડાર હેઠળ આવી શકો છો. આ માહિતી મેળવવી એ ગેરકાયદેસર કામ ગણી શકાય.

જો તમે સતત ગૂગલ પર હેકિંગ વિશે માહિતી અથવા હેકિંગ ટૂલ્સ શોધી રહ્યા છો, તો તે ગુનો બને છે. કોઈપણ પ્રકારના હેકિંગ ટૂલ અથવા તેના ટ્યુટોરીયલ શોધવા એ સીધા સાયબર ક્રાઈમના ગુના હેઠળ આવે છે.

જો તમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીઅથવા તેનાથી સંબંધિત કોઈપણ વાંધાજનક વિડિઓ, ફોટો અથવા અન્ય સામગ્રી સર્ચ કે ડાઉનલોડ કરો છો, તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારા પર IT એક્ટ 2000 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

જો તમે ડ્રગ્સ, હથિયારો અથવા અન્ય કોઈપણ ગેરકાયદેસર વસ્તુઓ વિશે માહિતી શોધો છો, તો નાર્કોટિક્સ વિભાગ અને પોલીસ આવી બાબતો પર કડક નજર રાખે છે. જો ડ્રગની ખરીદી અંગે માહિતી મળે, તો તમારી સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

ડાર્ક વેબ પર કામ કરવા સંબંધિત કોઈપણ માહિતી શોધશો, તો તમારી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ઘણા લોકો ગેરકાયદેસર ધંધો કરવા માટે ડાર્ક વેબ તરફ વળે છે જે તમને કાનૂની ગુનેગાર બનાવી શકે છે.

જો તમે ડાર્ક વેબ પર ગેરકાયદેસર વ્યવસાય કરતા પકડાઈ જાઓ છો, તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને જેલમાં જવું પડી શકે છે. તેથી,