સાવધાન ! આ ભૂલો કરી તો વોટ્સએપ એકાઉન્ટ થઈ શકે છે બંધ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકે છે? અહીં જાણો
દર મહિને વોટ્સએપનો માસિક રિપોર્ટ આવે છે, આ રિપોર્ટ જણાવે છે કે કંપનીએ કયા મહિનામાં કેટલા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે?
જો તમે WhatsApp પર ચેટ દ્વારા નફરત ફેલાવી રહ્યા છો, તો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે.
વોટ્સએપ પર ફેક ન્યૂઝ ફોરવર્ડ કરશો અને, જો યુઝર્સ તમારા એકાઉન્ટનો રિપોર્ટ કરશે તો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે.
વોટ્સએપ પર કોઈપણ યુઝરને અશ્લીલ કન્ટેન્ટ મોકલવાની કે ફોરવર્ડ કરવાની ભૂલ ન કરો, જો કોઈ યુઝર વોટ્સએપ પર તેની જાણ કરે છે તો તમારા પર પ્રતિબંધ લગાવી શકાય છે.
વોટ્સએપ પર કોઈ પણ યુઝરને ગ્રુપમાં એડ કરતા પહેલા તમારે બીજા યુઝરની પરવાનગી લેવી પડશે, નહીં તો જો કોઈ તમારા એકાઉન્ટની જાણ કરે છે, તો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.
વોટ્સએપ પર ફક્ત એવા લોકોને જ મેસેજ કરો જેમને તમે જાણો છો, જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિને મેસેજ કરો છો અને તમારા એકાઉન્ટનો રિપોર્ટ કરે તો વૉટ્સએપ તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી શકે છે.