દ્રાક્ષ ખાશો તો આવા ખતરનાક રોગોનો થશે ખાતમો

દ્રાક્ષ પોષકતત્વો અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. દ્રાક્ષ ખાવાથી હૃદયરોગ, ટાઈપ 2 ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે.

દ્રાક્ષમાં રહેલું રિઝર્વેટ્રલ નામનું તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. દ્રાક્ષમાં રહેલાં ફાઈટો કેમિકલ્સ હૃદયના સ્નાયુઓને નુકસાન થતું અટકાવે છે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે.

દ્રાક્ષમાં રહેલા લુટીન અને ઝેક્સાન્થિન નામના તત્વો રહેલાં છે. આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે. દ્રાક્ષ ખાવાથી રેટિના સ્વસ્થ રહે છે અને અંધાપો આવતો નથી.

દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ બ્રેસ્ટ કેન્સર સહિતના દરેક પ્રકારના કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે.

દ્રાક્ષ ખાવાથી યાદશક્તિ અને ધ્યાન કેંદ્રિત કરવાની ક્ષમતા વધે છે. દ્રાક્ષમાં રહેલું રિબોફ્લેવિન નામનું તત્વ માઈગ્રેનમાં અસરકારક છે. અલ્ઝાઈમરના દર્દીઓને પણ દ્રાક્ષ ખાવાથી ફાયદો થાય છે.

દ્રાક્ષ ઈન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત રાખવા માટે લાભદાયી છે. તે લોહીમાં શુગર લેવલ ઘટાડવામાં ફાયદાકારક છે.