Vidur Niti: આર્થિક તંગીથી પરેશાન છો તો વિદુર નીતિઓનું પાલન કરો, પૈસાની કોઈ તંગી નહીં આવે
પૈસાનો સદુપયોગ કરો: વિદુર નીતિ અનુસાર, પૈસાનો હંમેશા યોગ્ય ઉપયોગ કરો. ઉપરાંત, જરૂરિયાત મુજબ જ વસ્તુઓ ખરીદો.
સાચા માર્ગે પર ચાલો : પૈસા કમાવવાના ચક્કરમાં કોઈ ખોટા રસ્તે ન જશો. આવું કરવું નુકસાનકારક છે. વિદુર નીતિ અનુસાર, વ્યક્તિએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ.
બચત પર ધ્યાન આપો : વિદુર નીતિમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ હંમેશા પોતાના મન પર નિયંત્રણ રાખવું જોઈએ. પૈસા ખર્ચતા પહેલા ઘણી વાર વિચારવું જોઈએ.
વ્યસનથી દૂર રહો : ખરાબ વ્યસનોને કારણે વ્યક્તિ માત્ર પૈસા જ નહીં પણ માન પણ ગુમાવે છે. તે પોતાની બધી બચત આ વ્યસનો માટે જોખમમાં મૂકે છે.
સ્વચ્છતાનું રાખો : વ્યક્તિએ હંમેશા પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ. જો કોઈ વ્યક્તિ ગંદકી સાથે રહે છે તો ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી.