ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનો પ્લાન હોય તો ઉતાવળ રાખજો, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કેન્દ્ર સરકાર દ્વારા PM E-Drive મારફત ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સ પર 10,000ની સબસિડીનો લાભ જારી રાખ્યો છે.

સરકારે આ વાહનો પર મળનારા સબસિડી પ્લાનની સમય મર્યાદા માર્ચ-25 સુધી લંબાવી છે.

બીજી તરફ ઈલેક્ટ્રિક થ્રી વ્હિલર્સ પર પણ 50 હજારની સબસિડી આપી રહ્યા હતા. પરંતુ સરકારે એપ્રિલ-2024થી આ રકમ ઘટાડી રૂ. 25 હજાર કરી છે.

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ સરકારની આ યોજના વિશે ગઈકાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ માર્ચ-26 સુધીમાં ટુ-વ્હીલર સેગમેન્ટમાં આશરે 10 ટકા વાહનો અને થ્રી વ્હીલર્સમાં 15 ટકા વાહનો ઈલેક્ટ્રિક હોય.

ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા અને ક્લિન ટ્રાન્સપોર્ટેશન માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાની જરૂરિયાત દર્શાવી છે.

સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી યોજના અંતર્ગત ઈ-કાર પર સૌથી ઓછો જીએસટી લાગુ છે.

સરકાર દ્વારા ઈ-કારની ખરીદી પર માત્ર 5 ટકા જીએસટી લાગુ થાય છે, નવી યોજના ફેમના પાછલા બે તબક્કાને ધ્યાનમાં રાખતાં તૈયાર કરવામાં આવી છે.

સરકાર જાહેર પરિવહનમાં ઈવીનો ઉપયોગ વધારવા પ્રોત્સાહન આપી રહી છે. જેના માટે સરકારે ફાળવેલા બજેટનો આશરે 40 ટકા હિસ્સો, (રૂ. 4391 કરોડ) ઈલેક્ટ્રિક બસોની સબસિડી પાછળ ખર્ચ કરવાની જોગવાઈ છે.