આ શુભ સંકેતો દેખાય છે, તો થશે પૈસાનો વરસાદ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, મા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મા લક્ષ્મીના આગમન પહેલા તે કેટલાક શુભ સંકેતો આપે છે.

અચાનક ઘરમાં કાળી કીડીઓનું ટોળું દેખાવું એ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે.

ઘરના આંગણામાં છત, બાલ્કની અથવા ઝાડ પર પક્ષી, કબૂતર કે અન્ય કોઈ પક્ષીનો માળો દેખાવો.

જમણી હથેળીમાં સતત ખંજવાળ આવતી હોય તો આ પણ પૈસા મળવાનો શુભ સંકેત માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો મધુર અવાજ સંભળાય, તો તે દેવી લક્ષ્મીના પ્રવેશનો સંકેત છે.

ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો તમને સ્વપ્નમાં ધુવડ દેખાય છે, તો તમને ટૂંક સમયમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે.

સ્વપ્નમાં ગુલાબનું ફૂલ કે બગીચો જોવો એ પણ એક શુભ સંકેત છે અને પૈસા આવવાની શક્યતા દર્શાવે છે.