તમારા મનમાં સવાલ ઉભો થતો હશે કે જો ચાલુ ટ્રેનમાં ડ્રાઇવર ઊંઘી જાય તો શું થાય?
લાંબા રસ્તા સુધી ચાલતી જે ટ્રેન હોય છે તેમાં ડ્રાઇવર અને આસિસ્ટન્ટ ડ્રાઇવર બન્ને હોય છે. જો ડ્રાઇવરને કંઇ થાય તો આસિસ્ટન્ટ ડ્રાઇવર ટ્રેનને હેન્ડલ કરીને સ્ટેશન સુધી પહોંચાડે છે.
રેલ એન્જિનમાં એક એવું ડિવાઇસ લગાવવામાં આવે છે જે કેટલાક સમય સુધી રેલના એન્જિનમાં કોઇ હરકત ના થાય તો તે મશીન કેટલાક સમય બાદ ટ્રેનમાં ઇમરજન્સી બ્રેક લગાવે છે.
ટ્રેનના એન્જિનમાં VCD Device લાગેલી હોય છે જેમાં 60 સેકન્ડનો Timer ચાલતો રહે છે.
આ 60 સેકન્ડમાં જો ટ્રેનનો પાયલોટ અથવા આસિસ્ટન્ટ પાયલોટ (હોર્ન વગાડવું, બ્રેક લગાવવી, સ્પીડ વધારવી) નથી કરતો તો ઓટોમેટિક ઇમરજન્સી બ્રેક લાગે છે.
પાયલોટ અથવા આસિસ્ટન્ટ પાયલોટ દ્વારા વીસીડી એક્નોલેજ કરવામાં નથી આવતું તો ટ્રેન દ્વારા પેનલ્ટી બ્રેક લગાવવામાં આવે છે અને ગાડી ત્યાં જ ઉભી થઇ જાય છે.