જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બને છે, તો કેટલા લોકોમાં વહેંચવામાં આવશે પ્રાઈઝ મની?
આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત આ ખિતાબ જીતવા ઈચ્છશે.
જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બને છે, તો તેને 2.24 મિલિયન ડોલર એટલે કે લગભગ 20 કરોડ રૂપિયા પ્રાઈઝ મની આપવામાં આવશે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પૈસા કોની વચ્ચે વહેંચવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, BCCI ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સ વચ્ચે પ્રાઈઝ મનીનું વિતરણ કરે છે. જોકે, બધાને સરખા પૈસા નથી મળતા.
પ્રાઈઝમનીનો સૌથી મોટો હિસ્સો ટીમના 15 ખેલાડીઓ અને હેડ કોચને આપવામાં આવે છે. આ ઉપરાંત, રિઝર્વ ખેલાડીઓને પણ પ્રાઈઝ મનીમાંથી હિસ્સો મળે છે.
આ સિવાય ટીમના મુખ્ય કોચિંગ સ્ટાફને પણ પ્રાઈઝ મનીમાં હિસ્સો મળે છે. જેમાં બેટિંગ કોચ, ફિલ્ડિંગ કોચ અને બોલિંગ કોચનો સમાવેશ થાય છે. બેકરૂમ સ્ટાફ એટલે કે ફિઝિયોથેરાપિસ્ટ, થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ, સ્ટ્રેન્થ-કન્ડિશનિંગ કોચ અને મસાજ થેરાપિસ્ટને પણ પ્રાઈઝ મનીમાંથી ભાગ મળે છે.
BCCI એ T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન અજિત અગરકરના નેતૃત્વ હેઠળની સિલેકશન કમિટીમાં સમાવિષ્ટ 5 સિલેક્ટર્સને પણ પ્રાઈઝ મનીનો હિસ્સો આપ્યો હતો.