મિડ વેરિઅન્ટમાં ટોપ સ્માર્ટ ફીચર્સ! ભારતમાં લોન્ચ થઈ Hyundai Verna SX Plus

દક્ષિણ કોરિયન કાર ઉત્પાદક Hyundai એ ભારતીય બજારમાં તેની પ્રખ્યાત સેડાન કાર Hyundai Vernaનું નવું SX+ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.

આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ, આ નવું વેરિઅન્ટ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવ્યું છે. જેની કિંમત અનુક્રમે 13.79 લાખ રૂપિયા અને 15.04 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

આ સેડાનમાં ઘણા પ્રીમિયમ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા વેરિઅન્ટમાં ઘણા એવી એડવાન્સ્ડ ફીચર્સ આપવામાં આવી છે, જે અત્યાર સુધી ફક્ત ટોપ SX (O) વેરિઅન્ટમાં જ આપવામાં આવતા હતા. એટલે કે, આ વેરિઅન્ટ ઓછી કિંમતે વધુ ફીચર્સ પ્રદાન કરે છે.

હ્યુન્ડાઈ ઈન્ડિયા મિડસાઈઝ સેડાનના પસંદગીના વેરિઅન્ટ્સ માટે વાયર્ડ-ટુ-વાયરલેસ એડેપ્ટર પણ ઓફર કરી રહી છે, જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે. નવા વાયર્ડ-ટુ-વાયરલેસ એડેપ્ટરની કિંમત 4,500 રૂપિયા છે.

તે ફક્ત Verna SX(O), SX ટર્બો અને SX(O) Turbo વેરિઅન્ટ્સ સાથે સુસંગત છે, જે 10.25-ઈંચ ટચસ્ક્રીન સાથે આવે છે. S, SX, SX+ અને S(O) Turbo વેરિઅન્ટ્સમાં 8-ઈંચનાની ડિસ્પ્લે છે જે પહેલાથી જ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે.

Hyundai Verna SX+ ફક્ત એક જ એન્જિન વિકલ્પમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. તેમાં 1.5 લિટર, 4 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

આ એન્જિન 115hp પાવર અને 143.8Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર પ્રતિ લિટર 18-19 કિલોમીટર સુધી માઈલેજ આપવામાં સક્ષમ છે.

કંપનીએ Verna SX+ માં કેટલાક ખાસ ફીચર્સનો સમાવેશ કર્યો છે. તેમાં LED હેડલાઈટ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, 16-ઈંચ એલોય વ્હીલ્સ અને રીઅર સ્પોઈલર જેવા ફીચર્સ છે.

સેફટી માટે 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) અને રીઅર પાર્કિંગ કેમેરાનો સમાવેશ થાય છે.

આ સિવાય ટોપ-સ્પેક SX (O) વેરિઅન્ટમાંથી લેવામાં આવેલ 8-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ, હીટેડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટો અને લેધરેટ સીટ અપહોલ્સ્ટ્રી પણ આપવામાં આવી છે.