પૂર્વ પીએમ મનમોહનસિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે.

21 તોપોની સલામી કેવી રીતે અપાય છે. અને શું ખરેખર 21 તોપથી ફાયર કરવામાં આવે છે.

21 તોપોની સલામીને સર્વોચ્ચ મિલિટ્રી સન્માન માનવામાં આવે છે. જેમાં કેનન ફાયર થકી સન્માન આપવામાં આવે છે.

આ સન્માન 26 જાન્યુઆરીના પર્વે રાષ્ટ્રપતિ અથવા વિદેશી મહેમાનો અને ભારતના કેટલાક ખાસ વ્યક્તિઓને આપવામાં આવે છે.

એના માટે 21 તોપોનો ઉપયોગ થતો નથી. પરંતુ 8 તોપથી સન્માન અપાય છે. એમાં 7 તોપમાંથી 3-3 ફાયર કરવામાં આવે છે.એક અલગ રહે છે.

સવાલ એ થાય કે આમાં અસલી ગોળાનો ઉપયોગ થાય છે. હકિકતમાં આમાં ખાસ પ્રકારના ગોળા હોય છે. જેને સેરેમોનિયલ કાર્ટ્રિજ કહેવાય છે.

આ ગોળાઓમાંથી ખાલી અવાજ થાય છે અને ધૂમાડો નીકળે છે. એનાથી કોઈને નુકસાન થતું નથી.

3-3 ગોળા 2.25 સેકન્ડના અંતરાલે ફોડવામાં આવે છે. જે 52 સેકન્ડમાં પૂરું થઈ જાય છે. આ સલામી માટે ભારતમાં બનેલા ઉપકરણો વપરાય છે.