બેંગલુરૂ ટીમ માટે પ્લેઓફમાં જવું મુશ્કેલ હતું. પ્લેઓફમાં જવા માટે સતત છ મેચ જીતવાની હતી. તેનો અર્થ એ કે તેઓ એક મેચ પણ હારે તો પ્લેઓફમાં જવાનો રસ્તો બંધ.

ચેન્નાઈ અને બેંગલુરૂ વચ્ચે 18 મેના રોજ મેચ રમાઈ હતી. આ તારીખે આઈપીએલમાં બેંગલુરૂની આ પાંચમી જીત છે. બેંગલુરૂએ આ તારીખે રમાયેલી તમામ મેચો જીતી છે.

આઈપીએલની પ્રથમ આઠ મેચમાંથી માત્ર એક મેચ જીતીને બેંગલુરૂ પ્લેઓફમાં પહોંચાર પ્રથમ ટીમ.

આઈપીએલ 2024માં બેંગલુરૂના બેટ્સમેનોએ અત્યાર સુધીમાં 157 સિક્સર ફટકારી છે. આ સાથે બેંગલુરૂ ટી20 ટૂર્નામેન્ટમાં 150થી વધુ સિક્સર મારનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

બેંગલુરૂએ લીગ તબક્કામાં છેલ્લી છ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની. અગાઉ 2014માં કોલકાતાએ સતત સાત મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.

બેંગલુરૂએ આ સિઝનમાં છ વખત 200થી વધુ રનના આંકડાને સ્પર્શ કર્યો છે. બેંગલુરૂ સિવાય મુંબઈ અને કોલકાતાએ એક સિઝનમાં છ વખત 200થી વધુ રન બનાવ્યા છે.