મુંબઈમાં આલીશાન ઘર, લક્ઝરી ગાડીઓ, જાણો સની લિયોની પાસે છે કેટલી સંપત્તિ

સની લિયોને વર્ષ 2012માં ફિલ્મ જિસ્મ 2થી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી.

અભિનેત્રીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે.

અહીં જાણો સની લિયોનની કુલ નેટવર્થ કેટલી છે.

રિપોર્ટસ મુજબ સની લિયોન એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

આ સિવાય તે કેટલીક મોટી બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ માટે તગડી રકમ વસૂલે છે.

આ કારણે અભિનેત્રી ઘણી કમાણી કરે છે. મળતી માહિતી મુજબ, સની લિયોનીની કુલ સંપત્તિ 100 કરોડ છે.

સની લિયોન મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં સ્થિત એક આલીશાન ફ્લેટમાં પતિ ડેનિયલ વેબર અને તેમના ત્રણ બાળકો સાથે રહે છે.

આ ઘરમાં દરેક લક્ઝરી વસ્તુઓ છે. આ ઘરની કિંમત લગભગ 19 કરોડ રૂપિયા છે.

આ સિવાય સનીનો અમેરિકાના લોસ એન્જલસમાં ખૂબ જ સુંદર અને લક્ઝરી બંગલો છે.

સની લિયોનને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે.

અભિનેત્રી પાસે 1.15 કરોડની મસેરાત ગીબલી, મસેરાત ઘીબલી નેરિસિમો, 1.93 કરોડની BMW 7 સિરીઝ, 60 થી 72 લાખની Audi A5 સેડાન અને 70 લાખની મર્સિડીઝ GL 350d જેવી લક્ઝરી કાર છે.