યૂ ટ્યુબના આજના ડિજિટલ યુગમાં ફક્ત એક એન્ટરટેઇનમેન્ટ માટેનું માધ્યમ નથી રહ્યું આજે લોકો તેના દ્વારા ખૂબ જ કમાણી પણ કરે છે.
સોર્સ : X
નવા યૂટ્યુબર હોય કે પછી આ વીડિયો જોનાર દર્શકોને પણ ઘણી વાર એક સવાલ થતો હશે કે વીડિયો માટે કેટલા રૂપિયા મળે છે. એક હજાર વ્યુઝ માટે કેટલા રૂપિયા મળે છે.
સોર્સ : X
યૂટ્યુબ તેમના ક્રિએટર્સને એડ્સ દ્વારા આવતાં રેવન્યુમાંથી પૈસા ચૂકવે છે. તેના માટે બે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ છે કોસ્ટ પર માઇલ અને રેવન્યુ પર માઇલ.
સોર્સ : X
કોસ્ટ પર માઇલ બતાવે છે કે એડ્સ આપનાર 1000 વ્યુઝ પાછળ કેટલો ખર્ચ કરે છે. રેવન્યુ પર માઇલ પરથી ખબર પડે છે કે એક હજાર વ્યુઝ માટે ક્રિએટર્સને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે.
સોર્સ : Google
ભારતમાં રેવન્યુ પર માઇલ અંદાજે 20 રૂપિયાથી લઈને 150 રૂપિયાની આસપાસ હોય છે.ક્રિએટર્સના વીડિયોને 1000 વ્યુઝ મળ્યા તો તેમને 20 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી મળી શકે છે.
સોર્સ : GSTV
જો ક્રિએટર્સના વ્યુઝ અમેરિકા, કેનેડા અથવા તો યુરોપમાંથી હોય તો રેવન્યુ પર માઇલ વધુ હશે.
સોર્સ : GSTV
યૂટ્યુબ પર ક્રિએટર્સ પાસે કમાણી કરવા માટે વ્યુઝ સિવાય અન્ય વિકલ્પો પણ છે. તેઓ સુપર ચેટ, ચેનલ મેમ્બરશિપ, બ્રાન્ડ સ્પોન્સરશિપ અને માર્કેટિંગ દ્વારા કમાણી કરી શકે છે.