દેશમાં મોટાભાગની બેન્કોએ મિનિમમ બેલેન્સની ઝંઝટ ખતમ કરી દીધી છે તો કેટલીક બેન્ક એવી પણ છે જે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ના હોવા પર પેનલ્ટી લગાવે છે.
સોર્સ : Google
હવે સવાલ ઉભો થાય છે કે મિનિમમ બેલેન્સ ના રાખવાને કારણે બેન્ક કેટલા પૈસા કમાય છે?
સોર્સ : Google
પાંચ વર્ષમાં ભારતની સરકારી બેન્કોએ મિનિમમ બેલેન્સ ના રાખવાની પેનલ્ટી દ્વારા ગ્રાહકો પાસેથી આશરે 9 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સોર્સ : Google
ઇન્ડિયન બેન્કે આ દરમિયાન સૌથી વધુ 1,828 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો.
સોર્સ : Google
પંજાબ નેશનલ બેન્કે 1662 કરોડ અને બેન્ક ઓફ બરોડાએ 1531 કરોડ રૂપિયાની પેનલ્ટી જમા કરી.
સોર્સ : Google
ઉદાહરણ માટે જોઇએ તો પંજાબ નેશનલ બેન્કમાં શહેરી વિસ્તારમાં મિનિમમ બેલેન્સ 2000, નાના શહેરોમાં 1 હજાર અને ગ્રામીણ વિસ્તારમાં 500 રૂપિયા સુધી હોઇ શકે છે. પેનલ્ટી પણ 100થી 250 રૂપિયા સુધી હોઇ શકે છે.
સોર્સ : Google
SBI બાદ કેનરા બેન્ક, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક સહિતની બેન્કોએ મિનિમમ બેલેન્સની પેનલ્ટીને માફ કરી દીધી છે.