એક IPL મેચમાંથી કેટલી કમાણી કરે છે અમ્પાયર્સ?

IPLમાં અમ્પાયર્સ પર ઘણું દબાણ હોય છે. એક ખોટો નિર્ણય સમગ્ર મેચના પરિણામને અસર કરી શકે છે. તેથી, મેચને નિષ્પક્ષ બનાવવામાં અમ્પાયર્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પરંતુ શું તમે જાણો છો કે મેદાન પરના અમ્પાયરથી લઈને ફોર્થ અમ્પાયર સુધીના અમ્પાયર્સ મેચમાંથી કેટલી કમાણી કરે છે? ચાલો તમને જણાવીએ.

અહેવાલો અનુસાર, IPL 2025માં ઓન-ફિલ્ડ અમ્પાયર્સને દરેક મેચ માટે 3 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.

જ્યારે ફોર્થ અમ્પાયરને દરેક મેચમાં ફી તરીકે લગભગ 2 લાખ રૂપિયા મળે છે.

ICC પેનલના એલિટ અમ્પાયર્સને એક IPL મેચ માટે 3.7 લાખ રૂપિયા ફી મળે છે.

જ્યારે એલિટ અમ્પાયર્સને પ્લેઓફ અને ફાઈનલમાં અમ્પાયરિંગ માટે 8.2 લાખ રૂપિયાનું બોનસ પણ મળે છે.