કેટલી વિકેટ લેવા પર બોલરને મળે છે ડબલ હેટ્રિક?
ક્રિકેટમાં, જ્યારે કોઈ ખેલાડી સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લે છે, ત્યારે તેને હેટ્રિક કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બોલરને ડબલ હેટ્રિક ક્યારે મળે છે?
ઘણા લોકો એવું માને છે કે ડબલ હેટ્રિક એટલે સતત 6 બોલમાં 6 વિકેટ લેવી. પણ એવું બિલકુલ નથી.
જ્યારે કોઈ બોલર સતત 4 બોલમાં 4 વિકેટ લે છે ત્યારે તેને ડબલ હેટ્રિક કહેવામાં આવે છે. ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું છે કે કોઈ બોલરે ડબલ હેટ્રિક લીધી હોય.
શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી ડબલ હેટ્રિક લીધી હતી. લસિથ મલિંગાએ 2007ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે આ સિદ્ધિ મેળવી હતી.
'યોર્કર કિંગ' તરીકે જાણીતા મલિંગાએ 2019માં ન્યુઝીલેન્ડ સામે T20માં પણ ડબલ હેટ્રિક લીધી હતી.
મલિંગા ઉપરાંત, અફઘાનિસ્તાનના રાશિદ ખાને પણ 2019માં આયર્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી.
વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરે 2022માં ઈંગ્લેન્ડ સામે ડબલ હેટ્રિક લીધી હતી.
આ સિવાય આયર્લેન્ડના કર્ટિસ કેમ્પર, લિસોટોના વસીમ યાકુબર અને અર્જેન્ટિનાના હર્નાન ફેનેલે પણ આ સિદ્ધિ હાંસલ કરી છે.